જામનગર મોર્નિંગ - જામનગર તા.14 : આપણે સૌએ ઉતરાયણનો પર્વ ખુબ ધામધૂમથી ઉજવ્યો પણ આપણી ખુસીએ અનેક પક્ષીઓની જીંદગી છીનવી લીધી છે અને ઈજાગ્રસ્ત કરી છે. આપણા પતંગ અને દોરએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના મળીને 41થી વધુ પક્ષીઓ ઘાયલ કર્યા છે.
ઉતરાયણ દિવસ હવે આથમી ગયો છે ત્યારે મળતી વિગત મુજબ જામનગર જીલ્લામાં 20 કબૂતર અને 01 પોપટ જયારે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 09 પક્ષીઓ ઘાયલ થયા જેમાં લીલું કબૂતર, પતરંગો,કોયલ, કાબર અને કબૂતર અને જેમાં એક કાબર અને એક કોયલ એમ 02 પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. જયારે ખંભાળિયામાં 11 પક્ષીઓ ઘાયલ થયા છે જેમાં કબૂતર, બગલો, કોયલ અને મોરનો સમાવેશ થાય છે.
આ વિગતો પક્ષી બચાવો અભિયાન સાથે જોડાયેલ સંસ્થા પાસેથી મળેલી છે. એટલે કદાચ હજુ આકડો પક્ષીઓના મૃત્યુ અને ઘાયલ થવા અંગેનો આનાથી વધી શકે છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકાનો આકડો મળી શક્યો નથી.
0 Comments
Post a Comment