• ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
  • કોવીડ -19ની સ્થિતિને ધ્યાને લઈને મતદાનનો સમય પણ વધારાયો છે. 

જામનગર મોર્નિંગ - ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અટકળો તેજ હતી દોઢ બે મહિનાથી પંચાયતો અને પાલિકાઓમાં વહીવટદાર સાશન લાગુ છે કોરોનાને કારણે ચૂંટણી વિલંબમાં હતી ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે સાથે જ ગુજરાતમાં ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા લાગુ પડી ગઈ છે.

ગુજરાતની અમદાવાદ, રાજકોટ,સુરત, વડોદરા,ભાવનગર અને જામનગર એમ કુલ છ મહાનગર પાલિકાઓની ચૂંટણી 21મી ફેબ્રુઆરીએ અને મતગણતરી 23 ફેબ્રુઆરીએ યોજાશે જયારે 31 જીલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ અને મતગણરી બીજી માર્ચએ યોજાશે. કોરોના કોવીડ -19ની સ્થિતિને ધ્યાને લઈને મતદાનનો સમય પણ વધારાયો છે.