• પૂછપરછ કરતા કુલ 15 જેટલા બનાવટી લાઈસન્સ મળી આવ્યા હતા
  • એક લાઈસન્સ ના 3હજાર રૂપિયા લેતો હોવાનું સામે આવ્યું

જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા.24 : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા માં રહેતા સુલતાન આયુબભાઈ સોઢા જે લોકો પાસેથી નાણાં લઈ બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું કામ કરતો હતો જે બોગસ એટલે કે ખોટા લાઈસન્સ લઈ અન્ય લોકો ને આપવાનું કામ કરતો હોય જેની બાતમી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી ના કર્મચારીઓને થતા સુલતાન સોઢા દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલ તેના ઘરે હતો ત્યાં તેની પૂછપરછ કરતા કુલ 15 જેટલા બનાવટી લાઈસન્સ મળી આવ્યા હતા અને એક લાઈસન્સ ના 3હજાર રૂપિયા લેતો હોવાનું સામે આવ્યું હતું જ્યારે આસપાસના લોકો અને તેને અન્ય લોકો દ્વારા કુલ 54 જેટલા બોગસ લાઇસન્સ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું , બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી કોઈ રાજ્ય સેવક તેની ફરજ દરમિયાન લાઇસન્સ માંગે તો તેની સાથે ઠગાઈ કરવાનો અને ખોટા લાઇસન્સ તરીકે ઉપયોગ કરવાનો , આરટીઓ અધિકારી દ્વારા ઈશ્યુ થાય તો ડિજિટલ સિગ્નેચર નો ઉપયોગ કરી તેમજ સરકારી દસ્તાવેજ ને ખોટા હોવાનું જાણતો હોવા છતાં તેનો ઉપયોગ કરવા તે બોગસ લાઇસન્સ બનાવવામાં આવ્યા હતા જેથી ખંભાળીયા એસઓજી દ્વારા આઈપીસી કલમ 465, 467, 468 , 471, 474 અને 114 મુજબ નો ગુન્હો નોંધી આરોપી ને ઝડપી પાડી કોવિડ 19 ટેસ્ટ કરાવ્યા બાદ હાલ અટકાયત કરી વધુ પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.