બાપુના આદર્શો આજે પણ લાખો લોકો માટે પ્રેરણાના સ્રોત સમાનઃ પીએમ મોદી

જામનગર મોર્નિંગ - નવી દિલ્હી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર દિલ્હીમાં બાપુના સમાધીસ્થળ રાજઘાટ પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને જણાવ્યું કે ગાંધીજીના વિચારો લાખઓ લોકો માટે પ્રેરણાસ્રોત સમાન છે. મહાત્મા ગાંધીજીની 1948માં નથૂરામ ગોડસેએ ગોળી મારી હત્યા કરી હતી. આજે ગાંધીજીના નિર્વાણ દિનને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

પીએમ નરેન્દ્ર મોદીએ બાપુને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તેમના આદર્શો લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોત બની રહ્યા છે. શહીદ દિને દેશની આઝાદી અને દેશવાસીઓની ખુશી માટે પ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર પુરૂષો અને મહિલાઓને નમન કરીએ છીએ.    

રાજઘાટ પર પીએમ મોદીની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સહિત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.