જામનગર મોર્નિંગ - બોટાદ તા.14 : વલભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાનાં શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 6 અને 7 જાન્યુઆરી એ પાટણા મુકામે યોગી ફાર્મ ખાતે રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં તાલુકાની કુલ 8 ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં મેન ઓફ ધ સિરીઝ પાટણા કે. વ.શાળા ટીમ ના યુવા ખેલાડી અનુભા પરમાર જાહેર થયેલ.
ફાઈનલ મેચમાં રસાકસી બાદ શ્રી મૂળધરાઇ કે.વ. શાળાનો વિજય કેન્દ્રવર્તી નંબર 1 સામે થયો. શ્રી મૂળધરાઇ કે. વ.શાળા ના કેપ્ટન ઇન્દ્રજીતસિંહ મોરીના નેજા હેઠળ તાલુકાની 5 વાર વિજેતા ટ્રોફી હાંસિલ કરેલ છે.
આ ટુર્નામેન્ટમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મિયાણી સાહેબ તથા મહેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. મિયાણી સાહેબે શિક્ષકોમાં ખેલદિલી, પ્રામાણિકતા અને નેતૃત્વતા ગુણો આવા કાર્ય દ્વારા મળે છે એવું માર્ગદર્શન પૂરું પાડેલ.
ભાવનગર જિલ્લા પ્રાથમિક સંઘમાંથી પ્રમુખ મધુકરભાઈ ઓઝા, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, નવઘણભાઈ, લશ્કર ભાઈ તેમજ તાલુકા સંઘનાં પૂર્વ પ્રમુખ ભીખુભાઇ વેગડ એ હાજરી આપી પ્રોત્સાહિત કરેલ.
સમગ્ર ટુર્નામેન્ટમાં અશ્વિનભાઈ કાકડિયા, લાલુભા ગોહિલ, કાળુભાઈ પટેલ, જે.પી.ભટ્ટ, આર્થિક સહયોગ મળેલ.
યોગી ફાર્મ- પાટણા મોરડિયા પરિવાર દ્વારા તેમનું મેદાન અને ક્રિકેટ રમવા માટેની જરૂરી એવી તમામ સુવિધા પૂરી પડાય હતી.
આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગોપાલભાઈ મકવાણા એ સારી એવી જહેમત ઉઠાવી હતી.
ટુર્નામેન્ટની સફળતા નો સમગ્ર યશ તાલુકાના શિક્ષકોને અને તેમની કારોબારી ટીમને આભારી છે એમ મંત્રી શ્રી ઇન્દ્રજિતસિંહ મોરી અને પ્રમુખ શ્રી ધીરુભાઈ ડામોરે એ અખબારી યાદીમાં જણાવેલ..
તસ્વીર અને અહેવાલ : જગદીશ મારૂ - બોટાદ
0 Comments
Post a Comment