• આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને કામગીરીમાં ભારણ ઓછું રહે માટે જીલ્લા કલેક્ટરે સાત રેવન્યુ તલાટીને હંગામી ધોરણે નાયબ મામલતદાર તરીકે બઢતી આપી.


જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા.4 : આવતા માસમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોની સાથે તંત્રએ પણ ચૂંટણીઓને લઈને પોતાની કામગીરીની તડમાર તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મહેસુલી તલાટી સવર્ગમાં ફરજ બજાવતા સાત જેટલાં તલાટીઓને હંગામી ધોરણે બઢતીઓ આપી છે જેમાં, મામલતદાર કચેરી દ્વારકામાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા જે. આર. વાઘેલાને નાયબ મામલતદાર તરીકે મતદારયાદી શાખા, પ્રાંત કચેરી દ્વારકા તથા એન. એન. કરમુર રેવન્યુ તલાટી ભાણવડ થી નાયબ મામલતદાર મતદારયાદી શાખા, મામલતદાર કચેરી ભાણવડ તથા આર. બી. સાખરા રેવન્યુ તલાટી ખંભાળિયા થી નાયબ મામલતદાર, મતદારયાદી શાખા પ્રાંત કચેરી ખંભાળિયા, એચ. જે. બાવલ રેવન્યુ તલાટી કલ્યાણપુરને નાયબ મામલતદાર, મતદારયાદી શાખા મામલતદાર કચેરી દ્વારકા, વી. એન. દત્તાણી રેવન્યુ તલાટી ખંભાળીયાથી નાયબ મામલતદાર, નાયબ ચૂંટણી અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા, વી. એલ. લાડવા રેવન્યુ તલાટી ભાણવડથી નાયબ મામલતદાર મતદારયાદી શાખા - કલ્યાણપુર, બી. એમ. ડેર રેવન્યુ તલાટી કલેક્ટર કચેરી થી નાયબ મામલતદાર મતદારયાદી શાખા મામલતદાર કચેરી ખંભાળીયામાં નિયુક્તિ અપાઈ છે.


આ સાતેય રેવન્યુ તલાટીને આગામી તારીખ 28-02-2021 સુધી હંગામી ધોરણે બઢતી અપાઈ હોવાનું હુકમમાં જણાવાયું છે.