જામનગર મોર્નિંગ - ભાણવડ તા.12 : બરડા ડુંગર અને પ્રકૃતિની ગોદમાં આવેલ ભાણવડમાં સાપ દેખાવો સામાન્ય બાબત બની ગઈ છે ભાણવડ બરડા ડુંગર અને આજુબાજુના ગામડાઓમાં દરરોજ સાપ અજગર જેવા સરીસૃપ જીવો જોવા મળતા હોય છે ત્યારે હાલમાં રાત્રીના નવ વાગ્યાં આસપાસ ભાણવડમાં વછરાજ પાન પાસે રૂપ સુંદરી નામનો અઢી ફૂટનો બિન ઝેરી સાપનો એનિમલ લવર્સ ગૃપના અશોકભાઈ ભટ્ટ અને તેમની ટિમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો રેસ્ક્યુ કરાયેલ સાપને બરડાના પ્રાકૃતિક આવાસમાં નિહરતો મુકવામાં આવશે.