જામનગર મોર્નિંગ - રાજકોટ તા.14 : માનવતા તથા જાહેર જનતા ને ઉતરાયણ પુર્વ ઉત્સાહ વીજ સલામતી પુર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે સાવધાની રાખવા નમ્ર વિનંતી કરવામાં આવે છે -

પી જી વી સી એલ કચેરી રાજકોટ દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતે જાહેર જનતા ને જણાવવાનું કે પતંગ કે દોરી વીજળી ના થાંભલા કે તારમાં ફસાય જાય તેને લેવા માટે થાંભલા પર ચડશો નહિ વીજળી તાર કે કેબલ અડશો નહિ, વીજળી ના વાયર કે તાર પર પડેલ પતંગ લેવા માટે લંગર નાખશો નહિ તેમ કરવાથી વીજળી વાયર ભેગા થતા મોટા ભડાકા થવાથી તાર તુટી જવાથી અકસ્માત થવાથી તેમજ વીજ વપરાશ ના સાધનો બળી જવાની સંભાવના રહેશે, થાંભલા કે વીજળી ના તારમાં અટવાયેલી પતંગ લેવા માટે લોખંડ ના સળિયા નો ઉપયોગ જીવલેણ નીવડે છે તેમજ ધાતુના તાર કે મેગંનેટીક ટેપ બાંધી ને પતંગ ઉડાવશો નહિ તેમ કરવાથી વીજ ના તાર ને અડકતા વીજળી નો આંચકો લગાવવાની અને અકસ્માત ની સંભાવના રહેશે તેમજ નજીવી કિંમત ના પતંગ માટે જિંદગી જોખમ માં ન મુકાય તેનો ખ્યાલ રાખવો પડશે તેમજ ચાયનીઝ દોરી નો ઉપયોગ કરવો નહીં તેના થી વીજળી ના વાયર ના વાયર કપાય શકેછે જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઈ શકે છે

વીજવાયર પસાર થતા હોય તેની નજીક પતંગ ઉડાવશો નહિ તેવું પી જી વી સી એલ કચેરી રાજકોટ દ્વારા જાણવવામાં આવેછે

વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩ ૧૫૫૩૩૩/૯૫૧૨૦૧૯૧૨૨ વૉટ્સએપ નંબર પર કોલ કરવો તેવી અધિક્ષક ઇજનેર પી.જી.વી.સી.એલ બોટાદ ની યાદી જણાવે છે.

તસ્વીર અહેવાલ - જગદીશ મારૂ - બોટાદ