જામનગર મોર્નિંગ - ખંભાળિયા : શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ તુરત ૫૦૦ ધાબળાની સહાય આપવા નુ કાર્ય શરૂ થઈ ગયુ છે. જે પૈકી ૧૫૦ થી ૨૦૦ ધાબળા નું વિતરણ સલાયામાં ઝૂંપડપટ્ટી માં રહેતા તેમજ આસપાસ ના વિસ્તારમાં ગરીબી પરિસ્થિતિમાં જીવતા લોકો માટે સેવા 

શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ના પાયાના પથ્થર જેવા કાર્યકર શ્રી વિનોદભાઈ પંચમતિયા , મનુભાઈ કાનાણી, શ્રી નિખિલભાઈ કાનાણી, સલાયા ના સેવાભાવી અને કાર્યકર એવા શ્રી પરેશભાઈ કાનાણી તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન સલાયામાં રહેતા ઝૂંપડપટ્ટી માં રહેતા લોકો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યું.

સમગ્ર પ્રોજેકટ નુ સુંદર સંકલન શ્રી નીશિલભાઈ કાનાણી સંભાળી રહ્યા છે.