જામનગર મોર્નિંગ - જામજોધપુર તા.21 : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ચૂર ગામમાં ચૂર ગ્રામ પંચાયત દ્વારા સને 2016 થી 2017ના વર્ષમાં સરકારની 14માં નાણાંપંચના વિકાસના કામો પૈકી રબારી વાસમાં પાણીની ટાંકી તથા ગામતળમાં પાઇપ લાઈનનું કામ થયેલ ના હોવા છતાં આ બન્ને કામ પેટે રૂ.189400/-નું સબંધીતોને ગેરકાયદેસર ચુકવણું કરી તથા આ ચુકવણું કરતા પૂર્વે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓએ સ્થળ પર કામ થયાની ખાત્રી કર્યા વિના માપપોથી માંથી ખોટા માપોની નોંધ કરી ગેરરીતિ આચરી સબંધીતોના નામના વાઉચરો બનાવી ખોટું દસ્તાવેજી રેકર્ડ ઉભું કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી નાણાંની ઉચાપત કરેલ જે અંગે જામનગર એ. સી. બી. પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 5/2020 ઇપીકો કલમ 406,409, 467,468,471, 120(બી) 34 તથા ભ્રસ્ટાચાર નિવારણ અધિનિયમ સને 1988(સુધારો 2018)ની કલમ 13(1)એ, 13(2) તથા 12 મુજબનો ગુનો દાખલ થયેલ હતો જે ગુન્હાની તપાસના કામે અગાઉ આરોપી (1) મરીબેન નથુભાઈ રાઠોડ (2) નિતેશસિંહ ગંભીરસિંહ જાડેજા બન્ને તત્કાલીન સરપંચ ચુર ગ્રામ પંચાયત તા. જામજોધપુર (3) દર્શન હસમુખભાઈ પરમાર તત્કાલીન અધિક મદદનીશ ઈજનેર વર્ગ - 3 માર્ગ અને મકાન પેટા વિભાગ (પંચાયત) જામજોધપુર (4) રવજીભાઈ મનસુખભાઇ ધારેવાડીયા, તત્કાલીન તલાટી કમ મંત્રી ચુર ગ્રામ પંચાયત વાળાઓને ધોરણસર અટક કરી રીમાન્ડ મેળવી નામ. કોર્ટમાં રજૂ કરતા કોર્ટનાં હુકમ મુજબ  જેલ હવાલે કરવામાં આવેલ હતા.


બાદ આ ગુન્હાની તપાસના કામે પકડવાના બાકી આરોપી કિશોરસિંહ લાલુભા જાડેજા ઉ. વ.45 તત્કાલીન ઉપસરપંચ ચુર ગ્રામ પંચાયત તા. જામજોધપુર જી. જામનગર વાઓ ગુન્હો દાખલ થયા બાદ થી નાસતા ફરતા હોય અને સ્પે.એસીબી કોર્ટ જામનગરમાં આગોતરા જામીન અરજી નામંજુર થયેલ.
બાદ તપાસ કરનાર અધિકારીશ્રી એ. ડી. પરમાર, પોલીસ ઇન્સ્પેકટર એસીબી પોલીસ સ્ટેશન જામનગર નાઓને મોડી રાત્રીના મળેલ હકીકત આધારે આરોપી કિશોરસિંહ જાડેજા ચુર ગામેના રહેણાંક મકાને તપાસ કરતા મળી આવતા પકડી પાડી જામનગર ખાતે લાવી કોરોના કોવીડ - 19 રિપોર્ટ નેગેટિવ આવતા આજ રોજ ગુન્હાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે.