જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા.22 : ગુજરાતમાં આગામી માસ ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે રાજકીય પક્ષો અને તંત્ર પણ ચૂંટણી અંગે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારની પસંદગી, ચૂંટણી અંગેના આયોજન આ બધી બાબતો પ્રદેશ ચૂંટણી સમિતિ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતુ હોય છે ત્યારે ગઈકાલે પ્રદેશ ભાજપે પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ સભ્યોની વિધિવત જાહેરાત કરી છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તેમજ સભ્યો તરીકે પુરષોત્તમ રૂપાલા, આર. સી. ફળદુ, સુરેન્દ્ર પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જશવંતસિંહ ભાભોર, ભીખુભાઇ દલસાણિયા, રાજેશભાઈ ચુડાસમા, કાનાજી ઠાકોર, ડૉ. કિરીટ સોલંકી તેમજ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ આમ મળીને કુલ 13 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની ગઈકાલે જાહેરાત કરાઈ છે.