• અકસ્માતમાં મૃતક કેતન ભાઈ પરમાર અને જ્યોતિ કેતનભાઈ પરમાર ભાણવડના હોવાનું સામે આવ્યું

જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા.24 : ખંભાળિયા ભાણવડ રોડ પર માજા ગામ પાસે બોલેરો અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે.
બનાવની વિગત જોઈએ તો બોલેરોએ એક્ટિવાને હડફેટે લેતા એક્ટિવા પર સવાર પતિ પત્નીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા અને બાળક ઇજા ગ્રસ્ત થયું છે.
ગંભીર અકસ્માતમાં મૃતક કેતન ભાઈ પરમાર અને જ્યોતિ કેતનભાઈ પરમાર ભાણવડના હોવાનું સામે આવ્યું છે. મૃતક અને ઇજા ગ્રસ્ત બાળકને ખંભાળીયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.