જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર એસઓજી દ્વારા વચગાળાના જામીન પર નાસતા ફરતા આરોપીને દિગ્જામ સર્કલ પાસેથી ઝડપી લઈ સીટી સી ડીવીઝન પોલીસને સોંપી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લા જેલના પાકા કામના આરોપી નં. 21878 સી.આર.પી.સી. કલમ 125 મુજબના કામનો આરોપી રસીક ટપુભાઈ પરમાર  (રહે. હાજી વાસાહત આંબેડકર નગર શેરી નં. 5, રાજકોટ) નામનો શખ્સ વચગાળાના જામીન પરથી ફરાર હોય અને જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને જામનગર જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનની સૂચનાથી એસ.ઓ.જી.ના પી.આઈ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફના સંદીપભાઈ ચુડાસમા, રમેશભાઈ ચાવડા અને મયુદીનભાઈ સૈયદને ખાનગી રાહે બાતમી મળેલ તેના આધારે વોચ ગોઠવી જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે સીટી સી ડીવીઝન પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ કાર્યવાહી પી.આઈ. એસ.એસ. નિનામા, પી.એસ.આઈ. આર.વી. વીંછી તથા વી.કે. ગઢવી તથા સ્ટાફના સંદીપભાઈ ચુડાસમા, રમેશભાઈ ચાવડા અને મયુદીનભાઈ સૈયદ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.