• બ્લ્યૂ ફ્લેગની માન્યતા ધરાવતા શિવરાજ બીચમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થતી હોવાનું દ્વારકાના સામાજીક કાર્યકર અશોકભા માણેક દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી.
  • મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેમની રજૂઆત અન્વયે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવને અરજદારની જાણ હેઠળ તપાસ કરવા જણાવ્યું
જામનગર મોર્નિંગ - દ્વારકા તા.28 : દેવભૂમિ દ્વારકાના વૈશ્વિક લેવલની બ્લ્યૂ ફ્લેગની માન્યતા ધરાવતા શિવરાજ બીચમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થતી હોવાનું દ્વારકાના સામાજીક કાર્યકર અશોકભા માણેક દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી જે અન્વયે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસની સૂચના અપાઈ છે.
દેવભૂમિ દ્વારકાના વૈશ્વિક ખ્યાતિ પામેલ શિવરાજ પૂર બીચને તાજેતરમાં બ્લ્યુ ફ્લેગ મળ્યો છે તેમજ ચાલુ વર્ષે બેસ્ટ પ્રવાસન અંગેનો એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા મળ્યો છે. એ શિવરાજ પૂર બીચમાં પ્રવેશ ફી તથા પાર્કિંગ ફી ની ટિકિટ અપાઈ છે તેના પૈસા વસુલાઈ છે તથા બીચમાં કરોડોના ખર્ચે વિકાસ કામો થાય છે તેમાં વ્યાપક પ્રમાણમાં ગેરરિતિઓ તથા ભ્રષ્ટાચાર થતો હોવાનું દ્વારકાના સામાજીક કાર્યકર અશોકભા માણેક દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં જણાવ્યું હતું જે રજૂઆત બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેમની રજૂઆત અન્વયે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવને અરજદારની જાણ હેઠળ તપાસ કરવા જણાવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુખ્યમંત્રી શિવરાજ પૂર બીચમાં 20 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હત કરવા આવ્યા ત્યારે આ બાબતે અરજદાર રજૂઆત કરવા રૂબરૂ જાય તે પહેલા પોલીસએ અશોકભા માણેકની અટકાયત કરી હતી.