• મુખ્યમંત્રીએ જામનગરમાં વિકાસ કાર્યોના ખાતમુર્હત પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને લાભાર્થીઓએ પણ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગર મોર્નિંગ - જામનગર તા.15 : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વંચિતો, મહિલાઓ, ખેડૂતો, દિવ્યાંગો, બાળકો દરેક વર્ગના લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલવારી બની છે. આ યોજનાઓની મળી રહેલી ફલશ્રુતિ અને લાભાર્થીઓના મળી રહેલા પ્રત્યુત્તર જાણવા મુખ્યમંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.જેમાં પાલક માતા-પિતા યોજનાના લાભાર્થી બાળકો રીના વિનોદભાઇ મકવાણા અને દર્શન રમેશભાઈ લાવડીયાને મળી મુખ્યમંત્રીશ્રીએ વાતચીત કરી બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. સાથે જ કિસાન સૂર્યોદય યોજના તેમજ માં વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓએ પણ મુખ્યમંત્રીશ્રીનો યોજનાઓના લાભ બદલ આભાર માન્યો હતો.