જામનગર મોર્નિંગ - જામનગર તા.૨૦ : જામનગર શહેરના શરુ શેકસન રોડ પર આવેલ મહેસુલ ભવનના દરવાજોમાં જ્યાં પ્રવેશ અથવા બહાર નીકળવા માટેના ગેટ બનાવેલ હોય છે ત્યાં લોખંડના પાઈપ જમીન સમાંતર રાખેલ હોય છે જેથી કોઈ પશુ - પ્રાણી ત્યાંથી અંદર ભવનમાં દાખલ થઇ શકે નહી. પરંતુ આજે સવારના સમયે એક ગાય રખડતા - ભટકતા મહેસુલ ભવનના દરવાજા પાસે આવી પહોચી હતી અને દરવાજ માંથી અંદર પ્રવેશીને અંદર જાય તે પહેલા લોખંડના પાઈપમાં તેમનો પગ ફસાઈ અને અંદર બેસી ગયો હતો. આ અંગેની જાણ થતા તાકીદે ફાયર વિભાગનો સંપર્ક સાધતા ફાયર વિભાગે ટેકનીકલ સાધનો વડે લોખંડના પાઈપમાં ફસાયેલ ગાયને પગને ઈજા થયા વિનાજ બહાર કાઢીને સફળ બચાવ કર્યો હતો.