યુવાનને ગોળી વાગતા સારવારમાં ખસેડાયો: જિલ્લાભરમાં પોલીસની નાકાબંધી 

જામનગર મોર્નિંગ - જામનગર   


જામનગરમાં ફરી એક વખત આજે સવારે સરાજાહેર એક પટેલ યુવાન પર ફાયરીંગ થયાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. 

મળતી વિગત મુજબ જામનગરના રણજીતસાગર રોડ ઈવા પાર્કમાં રહેતા જયસુખ ઉર્ફે ટીનાભાઈ પેઢડીયા નામના યુવાન પર આજે સવારે પોતાની સાઈટ પર પહોંચ્યા ત્યાં જ બે અજાણ્યા શખ્સો ત્યાં આવી જઈ ધડાધડ ફાયરીંગ કર્યું હતું, જેમાં એક ગોળી ટીનાભાઈના મોઢાના ભાગે ઘુસી ગઈ હતી, આ બનાવને પગલે ઘાયલ યુવાનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, બીજી તરફ નાસી ગયેલા અજાણયા શખ્સોને પકડી પાડવા એલસીબી, એસઓજી અને જિલ્લાભરની પોલીસે નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી છે.

ઘાયલ થયેલ ટીનાભાઈને અગાઉ ફોન કરી જયેશ પટેલે ટાંટીયા ભાંગી નાખવાની ધમકી દીધી હતી, આ મનદુઃખને લઈને જયેશ પટેલ દ્વારા ફાયરીંગ કરાવવામાં આવ્યું હોવાની શંકા કરી હાલ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.