જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા.30 : ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં આકસ્મિક આગના બનાવથી વેપારીએ ખરીદેલ લાખો રૂપિયાનો કપાસ બળીને ખાખ થઇ ગયો હતો બનાવને પગલે નગરપાલિકાની ફાયર ટીમે આગને કાબુમાં લઈને વધુ નુકશાન થતું અટકાવ્યું.

ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પાસેથી વેપારીએ આશરે 25 લાખની કિંમત જેટલો કપાસનો જથ્થો ખરીદેલ યાર્ડમાં ખુલ્લામાં પડ્યો હતો જે જથ્થા પરથી જ વીજ પ્રવાહનો કેબલ પસાર થતો હોવાથી આકસ્મિક રીતે કેબલમાં શોક સર્કિટ થતા નીચે પડેલો કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો આગના બનાવને પગલે વેપારી અન્ય લોકો અને ફાયરની ટીમે મળીને અડધા જથ્થાને સળગતા બચાવ્યો હતો આશરે 8 થી 10 લાખની કિંમતનો કપાસ ભીષણ આગમાં બળી ગયો હોવાનું આધારભુત સૂત્રોએ જણાવ્યું હતું. આગના બનાવથી માર્કેટિંગ યાર્ડમાં નાસભાગ અને દેકારો મચી ગયો હતો સમયસર ફાયરટીમના આવી જવાથી વધુ નુકશાન અને અકસ્માતથી બચી શકાયું.