જામનગર મોર્નિંગ - જામનગર તા.20 : ગુજરાતમાં તાલુકા,જીલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકાઓની સ્થાનિક સ્વરાજ્ય આગામી માસ ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટે મતદારોને આકર્ષવા પોતાની વાત મુકવા માટેની તડામાર તૈયારીઓ આદરી દીધી છે. તૈયારીના ભાગ રૂપે ગુજરાતભરના જીલ્લા અને મહાનગર વિસ્તારમાં વિસ્તાર વાઈઝ ભાજપ દ્વારા નિરીક્ષકોની નિમણુંક કરાઈ છે.
જામનગર મહાનગર પાલિકામાં નિરીક્ષકો તરીકે સેન્સ પ્રક્રિયા માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા,ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ,પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ બાબુભાઇ જેબલીયા, બૌદ્ધિક સેલ પ્રદેશ કન્વીનર જયેશભાઇ વ્યાસ, અનુજાતી મોરચા પ્રદેશ મહામન્ત્રી ગૌતમભાઈ ગેડીયા, ભાવનગરના પૂર્વ મેયર સુરેશભાઈ ધાધલીયા, પૂર્વ પ્રદેશ ઉપ્રમુખ જશુમતીબેન કોરાટ,પ્રદેશ કારોબારી સભ્ય આરતીબેન જોષી અને જ્યોતિબેન વાછાણીની નિમણુંક કરાઈ છે.
જામનગર જીલ્લા માટે નિરીક્ષકોમા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી અને પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા માટે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ જીલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી અને પૂર્વ પ્રદેશ મંત્રી નિરૂબેન કામ્બલીયાની નિમણુંક કરાઈ છે ઉલ્લેખનીય છે નિરીક્ષકોમાં એક એક મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે.