જયેશ પટેલના મહેતાજી તરીકે કામ કરતો હતો 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલની ગેંગને ખત્મ કરવા પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર અજમાવ્યું હતું, અને જયેશ પટેલની ગેંગના સાગરીતોને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દીધા હતા, જયારે ઝીણવટભરી તપાસ કરી વિવિધ કડીઓ મેળવી અને આરોપીઓ સુધી પહોંચવા જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનની માર્ગદર્શનવાળી ટીમે જયેશ પટેલની ગેંગના વધુ એક સાગરીતને ઝડપી લીધો છે. 

મળતી વિગત મુજબ ભૂમાફિયા જયેશ પટેલના મહેતાજી તરીકે કામ કરતો અનિલ ડાંગરિયાની આજે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, અનિલ ડાંગરિયા ઈન્સવેન્ટમેન્ટ સહિતનું કામ કરતો હોય અને અનિલ ડાંગરિયાને ગુજસીટોક સેક્શન 4 મુજબ આજે એસ.પી. દીપન ભદ્રનના માર્ગદર્શન હેઠળ ધરપકડ થયા બાદ એ.એસ.પી. નીતીશ પાંડે દ્વારા પુછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.