જામનગર મોર્નિંગ - જામનગર તા.14 : આજે ઉતરાયણના પર્વ નિમિતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના લોકો હાલરવાસીઓએ ઉત્સાહભેર ઉજવણી કરી છે.

ત્યારે આજે ઉતરાયણ પર્વના દિવસે કોરોના વાઇરસ પણ ઠંડો પડ્યો હોય એમ લાગે છે.એક બાજુ ગઈકાલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાને માત આપવા વેકસીન, રશીએ મોટા પ્રમાણમાં આવી ગઈ છે.

આજના કોરોના કેશ અંગેની વિગતે વાત કરીયે તો, જામનગર શહેરમાં 04 નવા પોઝિટિવ કેશ આવ્યા, 12 ડિસ્ચાર્જ થયા જયારે જામનગર ગ્રામીણમાં 05 નવા પોઝિટિવ કેશ આવ્યા, 03 ડિસ્ચાર્જ થયા છે અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તો કોરોનાએ સંપૂર્ણ આજે રજા રાખી હોય એમ એકેય નવો કેશ નથી આવ્યો ડિસ્ચાર્જ પણ શૂન્ય છે. આમ કોરોના હવે પોતાની ગતિ વેકસીન અપાઈ તે પહેલા જ મંદગતીએ થયો છે ધીમો પડ્યો છે.