• અનંત કુમાર વારીયા બામંદિરની જમીન પાંચ ઈસમોએ શૈક્ષણિક હેતુ માટે ભાડે રાખીને ત્યારબાદ પચાવી પાડવાના ઇરાદે કબ્જો કરેલ હતો.
  • ગુન્હામાં સડોવાયેલ આરોપી (૧) આરતીબેન દીપકભાઇ પંડીત તથા શ્રી ક્રૃપાબેન રસીકલાલ ઠાકર રહે. બંને રાજકોટ વાળાની ધરપકડ કરી અને જિલ્લા જેલ જામનગર ખાતે મોકલવા તજવીજ કરેલ છે.

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.27 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ શહેરના વેરાડ નાકા પાસે પોસ વિસ્તારમાં સાડા ત્રણ કરોડથી વધુની કિંમતની અનંત કુમાર વારીયા બાલમંદિરની જમીન પાંચ ઈસમોએ શૈક્ષણિક હેતુ માટે ભાડે રાખીને ત્યારબાદ પચાવી પાડવાના ઇરાદે કબ્જો કરેલ હતો જે ઈસમો વિરૂધ્ધ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસએ લેન્ડ ગ્રે્બિંગના નવા કાયદા મુજબ ગુન્હો નોંધીને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી છે. લેન્ડ ગ્રે્બિંગનો આ પ્રથમ ગુન્હો જીલ્લામાં નોંધાતા ગુનેગારો અને ભૂ-માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

પોલીસ દફ્તરેથી મળતી વિગત મુજબ ભાણવડ પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.ન. ભાણવડ પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.ન.૧૧૧૮૫૦૦૧૨૧૦૦૬૪/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦,૧૨૦(બી),૫૦૪,૫૦૬, તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ ૨૦૨૦ ની કલમ ૩,૪(૧),૪(૨),૪(૩),૫(સી),૫(ઇ) મુજબ ગુન્હાના કામેના આરોપી (૧) આરતીબેન દીપકભાઇ પંડીત (૨) શ્રી ક્રૃપાબેન ડો/ઓફ રસીકલાલ ઠાકર વા/ઓફ  ભાવિનભાઇ જાની રહે. બંને ભાણવડ (૩) સાજણભાઇ ગઢવી રહે.મોવાણ તથા (૪) રામભાઇ ગઢવી રહે.ભોગાત વાળા હાલ રહે. ભાટીયા (૫) નિલેશભાઇ રહે. અમદાવાદ વાળાઓએ ભેગા મળી   આશાદીપ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હોય અને તેઓએ ભાણવડ વારીયા બાલમંદીર ટ્રસ્ટની જમીન સહયોગ હેતુ પુર્તી કરાર આધારીત શૈક્ષણીંક હેતુસર રાખેલ હોય જેઓએ શરતો મુજબના સમય દરમ્યાન મેન્ટનેસ ચાર્જ નહી આપી તેમજ શૈક્ષણીક હેતુ સીવાય અન્ય ગેરકાયદેસર પ્રવૃતી કરી તેમજ તા.૩૧/૦૫/૨૦૨૦ ના રોજ કરાર પુર્ણ થઇ ગયેલ હોવા છતા ટ્રસ્ટની જમીન પચાવી પાડવાના ઇરાદાથી આરોપીઓએ સાથે મળી ગુન્હાહીત કાવતરૂ રચી વારીયા બાલમંદીર ના ટ્રસ્ટીઓને અલગ અલગ સમયે ફોન ઉપર તેમજ રૂબરૂ ગર્ભીત ધમકીઓ આપી અપશબ્દ બોલી મેન્ટેનેશ ચાર્જના તથા મ્યુનીસીપાલીટી કરના રૂપીયા મળી કુલ ૧૬,૫૧,૭૮૨/- ની લેણી નીકળતી રકમ નહી આપી તેમજ સરકારી જંત્રી મુજબ ૩,૪૮,૦૦,૦૦૦/- ની કીમતી જમીન હોય જે જમીન પચાવી પાડવા છેતરપીંડી વિશ્વાસધાત કરી આજદીન સુધી વારીયા બાલમંદીર ટ્રસ્ટની જમીન નો કબ્જો ખાલી નહી કરી એક બીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જેના અનુસાને નોધાયેલ ગુન્હાની તપાસ હિરેન્દ્ર ચૌધરી.જામ ખંભાળીયા ડીવી.નાઓ કરતા હોય જેઓએ મ્હે.એસ.પી.સા.ની માર્ગદશર્ન હેઠળ હિરેન્દ્ર ચૌધરી તથા લેન્ડ ગ્રેબીંગ સ્કવોડના એ.એસ.આઇ. શકિતસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. મહમદભાઇ હીગોરા તથા હેઙકોન્સ. હરદાસભાઇ ચાવડા તથા ભાણવડ પો.સ્ટે.ના દુદાભાઇ લુવાનાઓએ આ કામે ગુન્હામાં સડોવાયેલ આરોપી (૧) આરતીબેન દીપકભાઇ પંડીત (૨) શ્રી ક્રૃપાબેન ડો/ઓફ રસીકલાલ ઠાકર વા/ઓફ  ભાવિનભાઇ જાની રહે. બંને રાજકોટ વાળાની ધરપકડ કરી અને જિલ્લા જેલ જામનગર ખાતે મોકલવા તજવીજ કરેલ છે અને બાકીના આરોપીઓને પણ પકડવા ચક્રોગતીમાન કરેલ છે અને આ કાર્યવાહીથી જિલ્લામાં ભુ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. 
ઉપરોક્ત સમગ્ર કાર્યવાહી જીલ્લા પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદશર્ન હેઠળ હિરેન્દ્ર ચૌધરી તથા લેન્ડ ગ્રેબીંગ સ્કવોડના એ.એસ.આઇ. શકિતસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. મહમદભાઇ હીગોરા તથા હેઙકોન્સ. હરદાસભાઇ ચાવડા તથા ભાણવડ પો.સ્ટે.ના દુદાભાઇ લુવા વિગેરે જોડાયેલ હતા.

ધરપકડ કરાયેલ આરોપીઓની તસ્વીર :