• જામનગર શહેરના પવન ચક્કી બસ સ્ટોપ પાસેથી દેશી પિસ્ટલ, કાર્ટિસ અને કટ્ટા સાથે એક ઈસમ ઝડપાયો છે.
  • આર્મ્સ એક્ટ 25(1-બી)એ, જીપી એક્ટ 135(1) મુજબ સીટી એ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો.
જામનગર મોર્નિંગ - જામનગર તા.25 : જામનગર શહેર જીલ્લામાં ગુન્હાખોરી અંકુશમાં લેવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે ત્યારે જામનગર એસ. ઓ. જી. ને મળેલ બાતમીના આધારે જામનગર શહેરના પવન ચક્કી બસ સ્ટોપ પાસેથી દેશી પિસ્ટલ, કાર્ટિસ અને કટ્ટા સાથે એક ઈસમ ઝડપાયો છે.
પોલીસ દફ્તરેથી મળતી વિગત મુજબ શહેરમાં ગુન્હા ખોરી અંકુશમાં લેવા માટે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એસ. ઓ. જી. પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર આર. વી. વીંછી તથા હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઈને મળેલ ખાનગી બાતમી મુજબ જામનગર તિરૂપતિ સોસાયટી શિવ ટાઉન શિપ શેરી નં - 1માં રહેતો સોહીલ દિનેશભાઇ સંજોટ પોતાના કબ્જામાં દેશી બનાવટની પિસ્ટલ તથા દેશી કટ્ટો રાખી પવનચક્કી સીટી બસ સ્ટોપ પાસે આંટા ફેરા કરે છે.જે બાતમી આધારે એસ. ઓ. જી. સ્ટાફે જતા તે ઈસમ દેશી બનાવટની પિસ્ટલ જેની કિંમત રૂપિયા 20000/- તથા એક જીવતા કાર્ટિસ જેની કિંમત રૂપિયા 100/- તેમજ એક દેશી કટ્ટો કિંમત રૂપિયા 5000/- સાથે મળી આવેલ જેથી મજકુર ઈસમને આર્મ્સ એક્ટ 25(1-બી)એ, જીપી એક્ટ 135(1) મુજબ સીટી એ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.