• જામનગરના ખીજડીયા બાયપાસ સમરસ હોસ્ટેલ નજીકથી આઈટ્વેન્ટી મોટરકારમાંથી ૩૯૩બોટલ અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો.

જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૬ : જામનગર જીલ્લામાં દારૂના વેપલાને બંધ કરવા દારૂના દુષણને નેસ્તનાબુદ કરવા માટે માટે જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબના તેમજ એલસીબી પી.આઈ. કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ જીલ્લાની પોલીસ ટીમ સતત પેટ્રોલીંગ કરી રહી છે.  ત્યારે જામનગર પેરોલ/ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નાયડા તથા રણજીતસિંહ પરમારને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે જામનગર ખીજડીયા બાયપાસ સમરસ હોસ્ટેલ પાસે હાઇવે રોડ પરથી પસાર થતી આઈ ટ્વેન્ટી કારની તલાસી લેતા તેમાંથી એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની  વિદેશી દારૂની બોટલ નંગ - ૩૩૦ કિમત રૂપિયા ૧૬૫૦૦૦/- તથા મેકડોવલ્સ નંબર - ૧ વિહસ્કીની વિદેશી દારૂની બોટલ નંગ - ૬૩ કિમત રૂપિયા ૩૧૫૦૦/-  મળીને ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ કુલ ૩૯૩ કિમત રૂપિયા ૧૬૫૦૦૦/- તથા ૪૦૦૦૦૦/-ની કિમતની આઈટ્વેન્ટી મોટર કાર સહીત કુલ ૫૯૬૫૦૦/-નો મુદ્દામાલ કબજે લીધેલ જયારે કાર ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો.

 

પેરોલ ફર્લો/સ્કવોડના પી.એસ.આઈ. એ. એસ.ગરચરએ આ દારૂનો જથ્થો મંગાવનાર હેરફેર કરનાર તથા આ નેટવર્ક ચલાવનાર સામે કાયદેશરની કાર્યવાહી કરવા માટે જામનગર પંચકોષી એ ડીવીઝનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.