• શ્રેષ્‍ઠ ઇ.આર.ઓ., એઇઆરઓ, બીએલઓ,  કેમ્પસ એમ્બેસેડર વગેરેનું વર્ચ્‍યુઅલ સન્‍માન કરવમાં આવ્‍યું
  • જિલ્લામાં સૌથી વધુ રેકોર્ડબ્રેક કુલ ૩૬,૬૭૫  ફોર્મસ મેળવવામાં આવેલા હતા.

જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા તા.૨૫ :  ભારતના ચુંટણીપંચ દ્વારા ૨૫મી જાન્‍યુઆરીને રાષ્‍ટ્રય મતદાતા દિવસ જાહેર કરેલ છે. જે અંતર્ગત કલેકટર કચેરી ખંભાળીયા ખાતે રાષ્‍ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૧ની ઉજવણી શ્રી એમ.એ.કડીવાલ પ્રિન્‍સીપાલ ડિસ્‍ટ્રીકટ જજ દેવભૂમિ દ્વારકાના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવી હતી.
        આ તકે કલેકટરશ્રી નરેન્‍દ્રકુમાર મીનાએ ઉપસ્‍થિત તથા વચ્‍યુઅલ રીતે જોડાયેલ લોકોને સંબોધતા જણાવ્‍યું હતું કે, મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં સૌથી વધુ રેકોર્ડબ્રેક કુલ ૩૬,૬૭૫  ફોર્મસ મેળવવામાં આવેલા હતા. જેમાં નવા નામ ઉમેરવા માટેના ફોર્મ નં.૬ ના ૨૩,૮૧૬ ફોર્મસ મળેલ જેમાં ૧૮-૧૯ વયજૂથમાં ૧૦,૪૯૪ ફોર્મસ મળેલ. જે નવા મતદાર માટે મળેલ ફોર્મ નં.૬ ના ૩૭.૩૮થાય છે. જે બતાવે છે કે યુવા મતદારોએ મોટી સંખ્યામાં પોતાના નામ મતદારયાદીમાં દાખલ કરેલ છે તેમજ કુલ ૫૩૦૯ ફોર્મ નામ કમી માટે મળેલ હતા. આમ, જિલ્લામાં કુલ ૧૯,૧૮૮ મતદારોનો ઉમેરો થયેલ છે. યુવા મતદારોએ ડીઝીટલ માધ્યમથી પણ NVSP અને VoterPortal પર ૧૬૩૬ જેટલા ફોર્મ ઓનલાઈન ભરેલ જિલ્લામાં ૧૦૦૦ પુરુષો મતદારો ની સામે સ્ત્રી મતદારોની સંખ્યા ૯૩૧ હતી જેમા ૬ નો વધારો થતા ૯૩૭ નો જેન્ડર રેશિયો થયેલ છે. કલેકટરશ્રીએ જિલ્‍લાના ચુંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓને સારી કામગીરી બદલ અભિનંદન આપ્‍યા હતા.
        મતદારયાદીની કામગીરીમા સોશિયલ મીડિયા દ્વારા યોગદાન આપેલ જિલ્‍લાના શ્રેષ્‍ઠ આઇકોન/પ્રતિભાશાળીઓ શારદાબેન કછટીયા, અશ્વિનભાઇ કાનાણી, સોલંકી મિતલબેન, મસી મેરાજઅલી, ગોંવિદભાઇ આંબલીયા, ચાવડા ભાવિષા, જેશાભાઇ વસરા, જલ્‍પેશ માંકડ અને સેજલબેન ચારણને મહાનુભાવો દ્વારા સન્‍માનપત્ર આપવામાં આવ્‍યા હતા. તેમજ જિલ્‍લાના શ્રેષ્‍ઠ ઇ.આર.ઓ., એ.ઇ.આર.ઓ., શ્રેષ્‍ઠ સેકટર ઓફીસર, શ્રેષ્‍ઠ બી.એલ.ઓ., શ્રેષ્‍ઠ કેમ્‍પસ એમ્‍બેસેડર, શ્રેષ્‍ઠ મતદાર સાક્ષરતા કલબ, શ્રેષ્‍ઠ ચુનાવ પાઠશાળા વગેરેનું વર્ચ્‍યુઅલ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
        મતદાર વોટર હેલ્પલાઇન એપવોટર પોર્ટલ વેબસાઈટએન.વી.એસ.પી. વેબસાઇટનો ઉપયોગ કરીને e-EPIC  ડાઉનલોડ કરવા બાબતેની માહિતી પ્રેઝન્‍ટેશન દ્વારા આપવામાં આવી હતી. નવા મતદારો તા. ૨૫-૧-૨૦૨૧ થી  તા. ૩૧-૨૦૨૧ દરમિયાન તેમજ તા. ૧--૨૦૨૧ થી તમામ મતદારો e-EPIC  ડાઉનલોડ કરી શકશે.
        કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દ્વારા મતદાર પ્રતિજ્ઞા લેવામાં આવ્‍યા હતા. નાયબ જિલ્‍લા ચુંટણી અધિકારીશ્રી રાઠોડ દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.જે. જાડેજા, પોલીસ અધિક્ષકશ્રી સુનીલ જોશી, ચુંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ, એનજીઓ, ચુંટણી કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓ, બીએલઓ વગેરે વર્ચ્‍યુઅલ જોડાયા હતા.