• એસ.સો.જી. એ બાતમીના આધારે આરોપીને ઘરેથી ઝડપી પાડ્યો.

જામનગર મોર્નિંગ - જામનગર તા.20 : જામનગર અને ગુજરાતમાં પ્રોહીબીશન ગુનો સામાન્ય થઇ ગયો હોય તેમ બુટલેગર અને વેપારીઓ બિન્દાસ વેપાર કરે છે. પ્રોહીબીશન ગુનામાં જેલમાં જાય તો પણ વગ અને પૈસાના બળ પર ગણતરીના દિવસોમાં આરોપી જામીન મુક્ત થઇ જાય છે. જેના કારણે દારૂનું દુષણ અને ફેલાવો  દિવસે ને દિવસે વધી રહ્યો છે.

જામનગરના સિક્કા પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુનાનો આરોપી કેશુ ઉર્ફે કિશોર ગોવિંદભાઇ વાંજા નામનો આરોપી પ્રોહીબીશન ગુનામાં વચગાળાના જામીન મેળવી ત્યારબાદ ફરાર થઇ જતા. જામનગર જીલ્લા એસ. ઓ. જી. ટીમને મળેલ બાતમીના આધારે આરોપી કિશોર ગોવિંદભાઇ વાંજાને તેમના સિક્કા ખાતેના ઘરેથી અટક કરી અને સિક્કા પોલીસને સોંપી આપેલ.

આ કાર્યવાહીમાં જામનગર એસ. ઓ. જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. નિનામા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. વી. વીંછી અને વી. કે. ગઢવી તેમજ સ્ટાફના માણસો જોડાયા હતા.