• કોઈ સંગીતના તાલે તો કોઈ પતંગના ઉડાન સામે ઝુલતા હતા.
  • દાન, પુણ્ય અને ઉલ્લાસભેર ઉતરાયણ પર્વની ઉજવણી.
  • અગાસીઓ અને ફળીયાઓમાં બાળકો અને યુવાઓના શોરબકોર

જામનગર મોર્નિંગ - જામનગર તા.14 : વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશમાં સર્વધર્મ સંભાવના સાથે દરેક ધર્મના તહેવારો સૌ લોકો સાથે મળીને ઉજવે છે. દિવાળી, હોળી, જન્માષ્ટમી, ઉતરાયણ, નાતાલ, ઈદ જેવા અલગ - અલગ ધર્મના તહેવારો સૌ લોકો સાથે મળીને ઉજવણી કરે છે એટલે જ આપણે ગર્વ સાથે કહીયે છીએ કે મેરા ભારત મહાન.


આજે ઉત્તરાયણ મકરસંકરાત પર્વ નિમિતે દેશ ભરના લોકોની સાથે જામનગર અને દ્વારકાના લોકો રંગ અને ઉમંગ ભેર પતંગ, ફીરકી લઈને પોત પોતાના ઘરે ફળિયામાં, અગાસીમાં ફાર્મ હાઉસમાં ખુબ આનંદ ભેર ઉજવ્યો હતો. સાથે જ આજે બજારોમાં ઊંધ્યા, મીઠાઈઓ, મમરાના લાડુ, ચીક્કીની ઠેર-ઠેર મોટા પાયે ખરીદી કરતા જોવા મળ્યા હતા.

કોરોના મહામારી કારણે દર વર્ષ જેવા લોકો મુક્ત પણે વિહરી શક્યા ના હતા પણ છતાંયે આનંદિત પળો સાથે પોતપોતાનાના ઘરેથી હળીમળીને શોરબકોર અને આતસબાજી સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. બહુમાળી ઇમારતો અને એપાર્ટમેન્ટની અગાસીઓ પર બાળકો અને યુવાઓના શોર બકોર કાઇપો છે ઢીલ મુકના અવાજો ગુંજતા હતા. તો કોઈ રોડ રસ્તાને કિનારે કોઈ ગૌશાળામાં તો ગામડાઓમાં ગામને પાદર ગાયોને ચારો નાખતા જોવા મળ્યા હતા. કોઈ પતંગ, કોઈ ચોકલેટ, મીઠાઈઓ, પ્રસાદ કે અનેક વસ્તુઓનું હેતથી દાન કરતા કરતા ઉતરાયણ પર્વની યાદગાર ઉજવણી કરાઈ હતી.