જયેશ પટેલ સહિત ચાર સામે ગુનો નોંધાયો 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલ ઈવાપાર્કમાં આજે સવારે જયસુખ ઉર્ફે ટીનાભાઈ પેઢડીયા નામના યુવાન પર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યા બાદ જામનગર જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી, એસઓજીએ આરોપીઓને ઝડપી પાડવા નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી ત્યારે બાદ આ ફાયરિંગ જયેશ પટેલે કરાવ્યું હોવાનું ધડાકો થતા જયેશ પટેલ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.