• અઢાર હજાર છસોની કિંમતના કોપરવાયરના જથ્થા સાથે આરોપી બે યુવાન ઝડપાયા.
  • જામનગરમાં નાની-મોટી ઘરફોડ ચોરીમાં વ્યાપક વધારો થઇ રહ્યો છે.

જામનગર મોર્નિંગ - જામનગર તા.14 : જામનગર શહેર નજીક જ આવેલ હાપા ગામે 18600/-ની કિંમતના કોપર વાયરની ચોરી થયેલ હતી.

જે અંગે જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસ ગુનાની તપાસ કરી રહી હતી જે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે પોલીસે તપાસ કરતા, ધુંવાવ હાઉસિંગ પાછળ ખારી વિસ્તાર પાસેથી ચોરી થયેલ કોપર વાયરના માલમતા સાથે આરોપી હિંમત અતુલ સામડિયા ઉ.વ. 21 અને ગગજી અજમલ વાજેલીયા ઉ.વ. 18 જાતે બન્ને દેવીપૂજક રહે બન્ને ધુંવાવ હાઉસિંગ ક્વાટર્સ તા. જી. જામનગરને ઝડપી પાડી કોવીડ -19 ટેસ્ટ કરીને વિધિવત ધરપકડ કરાશે.

આ કામગીરીમાં જામનગર પંચકોષી એ ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. એસ. વાળા સહીત પોલીસ સ્ટાફ જોડાયો હતો.