સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ખેડૂતોની માંગોના સંદર્ભમાં 30 જાન્યુઆરીથી અનશન પર કરવા પર અડેલા છે. તેમણે ગુરુવારે કહ્યું કે ખેડૂતોની વિભિન્ન માંગોને લઈને તે પોતાના ગામ રાલેગણસિદ્ધિમાં અનશન શરુ કરશે.

*ખેડૂતોએ આ મુદ્દા પર 5 વાર પત્ર વ્યવહાર કર્યો પણ કોઈ જવાબ નથી આવ્યો

*હજારેએ પહેલા ખેડૂતોની માંગોને લઈને અનશન કરવાનું એલાન કર્યુ હતુ

*આ ખેડૂતો પ્રત્યેની સરકારની અસંવેદનશીલતા છે- અન્ના

હજારેએ પહેલા ખેડૂતોની માંગોને લઈને અનશન કરવાનું એલાન કર્યુ હતુ

તેમણે પોતાના સમર્થકોને આગ્રહ કર્યો છે કે તે પોત પોતાના સ્થાનો પર વિરોધ પ્રદર્શનમાં ભાગ લે. હજારેએ પહેલા ખેડૂતોની માંગોને લઈને અનશન કરવાનું એલાન કર્યુ હતુ. તેમણે કૃષિ કાયદાના વિરોધમાં શરુ ખેડૂત આંદોલનની વચ્ચે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. આ પહેલા ગત 14 ડિસેમ્બરે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પત્ર લખી સ્વામીનાથ આયોગની સિફારિશને લાગૂ કરવાની માંગ  કરી હતી.

અન્નાએ જીવનની છેલ્લી ભૂખ હડતાલ કરવાનો નિર્ણય કર્યો


એ બાદ તેમણે કહ્યુ હતુ કે જાન્યુઆરીના અંતમાં તે પોતાના જીવનનું છેલ્લુ અનશન કરશે. આ બાદ મહારાષ્ટ્ર ભાજપાના નેતાઓએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુરુવારની સવારે તેઓ ભાજપા ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ગિરીશ મહાજન એક વાર ફરી રોલેગણસિદ્ધિ પહોંચ્યા અને તેમણે અનશન ન કરવા માટે અપીલ કરી પરંતુ અન્ના નહોંતા માન્યા.


આ ખેડૂતો પ્રત્યેની સરકારની અસંવેદનશીલતા છે- અન્ના

હજારેએ ગુરુવારે પોતાના નિવેદનમાં કહ્યું કે ગત 4 વર્ષથી ખેડૂતોની મહત્વપૂર્ણ માંગો પર આંદોલન કરી રહ્યો છુ. અનેક વાર દેશના પીએમ અને કૃષિ મંત્રીઓની સાથે પત્રાચાર થયો પરંતુ સરકારે હજું સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ ખેડૂતો પ્રત્યેની સરકારની અસંવેદનશીલતા છે.


ખેડૂતોએ આ મુદ્દા પર 5 વાર પત્ર વ્યવહાર કર્યો પણ કોઈ જવાબ નથી આવ્યો


તેમની માંગ છે કે સ્વામીનાથન આયોગની સિફારિશો, કૃષિ મુલ્ય આયોગને સંવૈધાનિક હોદ્દો તથા સ્વાયત્તતા, કૃષિ ઉપજના ખર્ચમાં 50 ટકાથી વધારે એમએસપી આપવામાં આવે. 29 માર્ચ 2018ના રોજ પ્રધાનમંત્રી કાર્યલય તરફથી આ માંગોને માનવા માટે ઉચ્ચાધિકાર સમિતી બનાવવામાં આવવાનું લેખીત આશ્વાસન આપવામાં આવ્યું હતુ. તેમણે કહ્યું કે ખેડૂતોએ આ મુદ્દા પર 5 વાર પત્ર વ્યવહાર કર્યો પણ કોઈ જવાબ નથી આવ્યો. એટલા માટે આ મારા જીવનની છેલ્લી ભૂખ હડતાલ કરવાનો નિર્ણય કર્યો છે.