જામનગર મોર્નિંગ - દ્વારકા તા.29 : નોઈડા થી દ્વારકામાં દ્વારકાધીશ ના દર્શન કરવા માટે આવેલ મહિલાના હાથ માંથી કિંમતી સામાન બેગની ચિલ ઝડપ કરનાર બાઇક ચાલક આરોપીને દ્વારકા પોલીસે ગણત્રીની કલાક માં ઝડપી લીધો હતો પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી નંદલાલ ઉપાધ્યાય તેમના નોઈડા થી દર્શનાથે આવેલ યજમાન અનુશા બેન અગ્રવાલ ગતરાત્રી 8.30 વાગ્યાની આસપાસ રીક્ષા માં બેસી હોટલ હોટેલ તરફ જતા તે સમયે ભદ્રકાળી ચોક પાસે હીરો હોન્ડા બાઇક ચાલક અનુશા બેનના હાથમાં રહેલ બેગની ચિલ ઝડપ કરી નાસી ગયેલ બાદમાં દ્વારકા પોલીસે આરોપીને ઝડપી પાડવા નાકા બાંધી કરી હતી તેમજ સીસીટીવી ફૂટેજ ની મદદથી આરોપી વિવેક કાંતિલાલ મોખા નામના વ્યક્તિને ગણત્રીની ક્ષણોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ દ્વારકા પોલીસે આઇપીસી કલમ 379(એ)(2)(3)હેઠળ ગુંનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.