જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર ક્રિકેટ ઇતિહાસને અનેક ક્રિકેટરો આપ્યા છે અને જામનગરના જામ રણજીતસિંહથી શરૂ કરી રવિન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરો છે ત્યારે જામનગરના 23 વર્ષીય યુવાન જય શુક્લાએ ક્રિકેટની દુનિયામાં અલગ ચીલો શરૂ કર્યો છે અને આ જામનગરનો યુવાન ક્રિકેટર ઇતિહાસમાં નવા માર્ગની શરૂઆત કરી રહ્યો છે. 


જામનગરમાંથી ક્રિકેટ એમ્પ્યાર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરનાર જય શુક્લા આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં એમ્પાયર તરીકે નિમણુંક પામેલ છે, અને આગળ બીસીસીઆઈ માટેની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે, ત્યારે 72માં પ્રજાસતાક પર્વે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે માનનીય કલેકટરશ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ઉત્સવમાં જય શુક્લાનું જામનગરના ગૌરવ તરીકે ખાસ સન્માન કરવામાં આવેલ.

ક્રિકેટ ઇતિહાસમાં એમ્પાયર તરીકેની શરૂઆત કરનાર જય શુક્લાને ભવિષ્યના આઈપીએલ કે વનડેમાં જામનગરવાસીઓ જોવે તો નવાઈ નથી.