જામનગર મોર્નિંગ - જામનગર તા.25 : ગુજરાત અને દેશમાં કોંગ્રેસ પક્ષ સતત તૂટી રહ્યો છે ભાજપનું કમળ કળ, બળ અને ધનથી સતત ખીલી રહ્યું છે. ગુજરાતમાં રાજ્યસભાની તાજેતરની બન્ને ચૂંટણીઓમાં કૉંગેસના અનેક કદાવાર ધારાસભ્ય કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ગોઠવાઈ ગયા. કોંગ્રેસયુક્ત ભાજપ બની રહી છે ત્યારે જામનગરમાં આગામી મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા બીજી વખત ભાજપે કોંગ્રેસને તોળી છે.

જામનગર મહાનગર પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર વોર્ડ નંબર -14ના સુરેશભાઈ આલરીયા, પૂર્વ કોર્પોરેટર અને કોંગી આગેવાન વોર્ડ નંબર -9ના ભારતીબેન જડીયા, વોર્ડ નં.13 ના નિર્મલાબેન કામોઠી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ આ નવનિયુક્ત સભ્યોને શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કથગરાએ ભાજપનો ખેસ પહેરાવી મોઢું મીઠુ કરાવી આવકાર્ય હતા. મહાનગર પાલિકાની ચૂંટણીને હવે મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તોડ જોડની નીતિ વધુ સખ્ત બનાવાઈ તેવી ચર્ચા ઉઠી છે.