• એફ.એલ.સી.ની ટીમ દ્વારા તમામ ઇ.વી.એમ.ઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી
  •  રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટી તેમજ સ્થાનિક પાર્ટીના આગેવાનોની હાજરીમાં આ તમામ ઈવીએમનું ટેસ્ટિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું

જામનગર મોર્નિંગ - જામનગર તા.૨૨ : જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને એફ.એલ.એસ.ના એન્જીનીયરો દ્વારા ફુલચંદ તબોલી આવાસના કોમ્યુનિટી હોલ ખાતે સ્થાનિક વહીવટી તંત્ર તેમજ એફ.એલ.સી.ની ટીમ દ્વારા તમામ ઇ.વી.એમ.ઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટી તેમજ સ્થાનિક અને રાજ્ય લેવલની પાર્ટીઓના આગેવાનોની હાજરીમાં આ તમામ ઈવીએમનું ટેસ્ટિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આ તકે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કુલ ૧૫૦૦ જેટલા અલગ-અલગ E.V.Mનું સર્વિસિંગ તેમજ ચકાસણી ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી સીસીટીવી તેમજ વિડિયો રેકોર્ડિંગ ના મારફતે પારદર્શક રીતે યોજવામાં આવી છે.