• જામનગર સાંસદ પુનમબેન માડમ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ચેરમેન મુળુભાઈ બેરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો. 
  • જામનગર - દ્વારકા જીલ્લાના કાલાવડ, જામજોધપુર, ખંભાળીયા, દ્વારકા વિધાનસભા વિસ્તાર હેઠળમાં કુલ ૧૬૧. ૧૯ કિલોમીટર રોડ ૩.૭૫ મીટરમાંથી ૫.૫૦ મીટર ૭૮.૫૬ કરોડના ખર્ચે નવીનીકરણ તથા પહોળા થશે. 


જામનગર મોર્નિંગ - જામનગર - દ્વારકા તા.૨૦ : પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મળીને જુદા જુદા ૧૬ જેટલા રોડ પહોળા કરવાના રૂપિયા ૭૮.૫૬ કરોડના કામો મંજુર થતા સંસદસભ્ય પૂનમબેન માડમ, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ચેરમેન મુળુભાઈ બેરા તેમજ જામનગર દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખએ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર તોમર, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનો આભાર માન્યો વ્યક્ત કર્યો છે.


 પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના - ૩ અંતર્ગત બીજા તબક્કાના કામો હેઠળ જુદા જુદા ચાર વિધાનસભા વિસ્તારમા આવતા કુલ મળીને ૧૬૧.૧૯ કિ.મી.ના રોડ માટે  સરકારશ્રીએ ૭૮૫૬.૩૭ લાખના ખર્ચ મંજુર કરી જોબ નંબર ફાળવી આપ્યા છે. આ મંજુર થયેલા કામોમા જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં એમ.ડી.આર.થી પાટણ - પરડવા અમરાપર રોડ-એસ.એચ.થી સખપુર ધ્રાફા લલોઇ શેઠવડાળા  ભોજાબેડી વિરપુર રોડ, એસ.એચ.થી હરીપર પીપરટોડા થી જો. એસ.એચ. રોડ  તેમજ ખંભાળીયા વિધાનસભા વિસ્તારના વડાલીયા સિંહણથી મહાદેવીયા રોડ,બજાણા આંબરડીથી ચોખંડા રોડ, ઘુમલી મોખાણાથી પોરબંદર ધોરી માર્ગને જોડતો રોડ, ઉપરાંત કાલાવડ વિધાનસભા હેઠળના છતર મોટી વાવડી નવાગામ રોડ, બેરાજા ડુંગરાણી દેવળીયા રોડ,એસ.એચ.થી શાંતિનગર બાલંભા થી મેરાણા રોડ,લતીપર પીઠડ જશાપર રોડ ,ખારવા હમાપર જાલીયા દેવાણી રોડ અને દ્વારકા વિધાનસભા વિસ્તારના રાજપરા પોશીત્રા રોડ, ગોરીંજા જુની ધ્રેવાડ મેરીપર રોડ, એસ.એચ.થી ભાટીયા હડમતીયા જોધપુર રોડ, એસ.એચ.થી સુરચપર મોવાણા રોડને પહોળા કરવાનો સમાવેશ થાય છે.


ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારોની સમાંતર જ ગ્રામ્ય વિસ્તારોના વિકાસને કેન્દ્ર સરકારએ પ્રાધાન્ય આપ્યુ છે જે અંતર્ગત ગ્રામીણ સડકો વિકસાવી ગ્રામ્ય વિસ્તારોમાં આવન-જાવનની સુખાકારી વધે છે  ખાસ કરીને  ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધતા ધંધા-રોજગાર વગેરે વધતા નાગરીકોના આવન જાવન વધતા પરિવહન સુવિધાની સાનુકુળતા માટે રોડ પહોળા કરવાની જરૂરિયાત હોવા અંગેની રજુઆતોને સરકારશ્રીએ મહત્વ આપી આ નોંધપાત્ર રકમના વિકાસ કાર્યો મંજુર કર્યા છે .