જામનગર મોર્નિંગ - જામનગર તા.14 : ઉતરાયણ પર્વ એટલે દાન પુણ્યનો અવસર, હિન્દૂ ધર્મ પ્રમાણે ઉતરાયણ પર્વમાં લોકો વિવિધ પ્રકારના દાન અર્પણ કરતા હોય છે. ચાલુ વર્ષે કોરોના મહામારી સમયે લોકો હળી મળી કે મુક્ત પણે વિહરી શકતા નથી સરકાર પણ દરેકને પોત પોતાના ઘરે રહીને ઉત્સવની ઉજવણી કરવા માટે અપીલ કરે છે ત્યારે જામનગર મહાનગરના વોર્ડ નંબર - 9ના પંજાબ બેંક વાળી શેરી -3 ચૌહાણ ફળી વિસ્તારના તમામ રહેવાસીઓને મિહિર એન્ટર પ્રાઈઝના માલિક મિહિર કેતનભાઈ બારડના સહયોગથી પૂર્વ મેયર રાજુભાઈ શેઠના હસ્તે ઉંધીયાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજક એ જણાવ્યા અનુસાર કોરોના મહામારીમાં લોકો એકઠા ના થાય પોતાના ઘરે જ ઉત્તરાયણ પર્વની ઉમંગભેર ઉજવણી કરે તે હેતુથી અહીં શેરીના દરેક લોકોને ઊંધ્યાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.