મેવાસા ગામે ચોરી થઇ હતી તે ઘરના સભ્યો અને ઘરની તસ્વીર.

  • જામનગર એલ. સી. બી. એ ગુન્હામાં સંડોવાયેલ છ આરોપીઓ પૈકી એકને માધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો બાકીના પાંચની શોધખોળ શરૂ.

જામનગર મોર્નિંગ - જામનગર તા.31 : થોડા દિવસો પૂર્વે ભાણવડ તાલુકાના મેવાસા ગામે ફાટક પાસે રહેતા ગોરધનભાઈ ટપુભાઈ કોળીના રહેણાંક માંથી મધ્યરાત્રીએ ઘરના સભ્યોને કેદ કરીને દાગીના, રોકડ રકમ ફોરવહીલ સહીત સાડા આઠ લાખ જેટલી માતબર રકમની લૂંટ ચલાવી, લાલપુર કોલેજ કમ્પાઉન્ડ માંથી બુલેટ મોટર સાઇકલની ચોરી કરી નાકા બંધી દરમિયાન લાલપુર પોલીસવાન પર પથ્થર મારો કરી અને રાત્રીના અંધારામાં ઓગળી જનારા ગેંગના એક ઈસમને જામનગર એલ. સી. બી. એ માધ્યપ્રદેશના કાકડકુવા ગામથી ઝડપી પાડ્યો છે વધુ પાંચ ઈસમોની શોધખોળ કરાઈ રહી છે.
ઉપર મુજબના લૂંટ, ચોરી અને પોલીસ પર હુમલાના બનાવ બાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ સતર્ક થઇ આરોપીઓને શોધવા માટે વિવિધ દિશામાં તપાસ ચાલવાઈ રહી હતી દરમિયાન જામનગર એલ. સી. બી. ના માંડણભાઈ વસરા, ધાનાભાઇ મોરી અને નિર્મળસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત અને ટેક્નિકલ એનાલિસિસના આધારે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી પૈકી એક ઈસમ સુનિલ નારસીંગ મીનાવા રહે.કાકડકુવા તા.કુક્સી જી. ધાર, મધ્યપ્રદેશથી મળી આવેલ તેને લાલપુર પોલીસ સ્ટેશન ગુન્હામાં રજુ કરાયેલ.

તપાસ દરમિયાન મળી આવેલ અન્ય આરોપીઓના નામ -

1) કમા ઉર્ફે કમલેશ સવલસીંગ મીનાવા, રહે.કાકડકુવા તા. કુકસી જી. ધાર માધ્યપ્રદેશ
2) ગોલુ કુંવરસીંગ મંડલોઈ રહે. કાકડકુવા તા. કુકસી જી. ધાર મધ્યપ્રદેશ
3) ભારત ઉર્ફે ભાઈસીંગ બિલામસીંગ મંડલોઈ રહે. કાકડકુવા તા. કુકસી જી. ધાર મધ્યપ્રદેશ
4) સોમલા બદનસીંગ બધેલ આદિવાસી રહે. કડવાલ તા.જોબટ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ
5) રાહુલ ઉર્ફે ખુમસીંગ સજનસીંગ બધેલ આદિવાસી રહે.સહરપુરા તા. જોબટ જી. અલીરાજપુર મધ્યપ્રદેશ
આ પાંચેય આરોપીઓને ઝડપવા માટે પોલીસે તપાસ ધરી છે.

છયેય આરોપીઓ નીચે મુજબના ગુન્હામાં સંડોવાયેલ છે -

1) લાલપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા રજી નંબર - 11202036210005/2021 ઇપીકો કલમ 186,353,114 તથા જાહેર મિલ્કત નુકસાન અટકાવવા અધિનિયમ મુજબ
2) લાલપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા રજી નંબર - 11202036210008/2021 ઇપીકો કલમ 379 અને 114
3) ભાણવડ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા રજી નંબર - 11185001210034/2021 ઇપીકો કલમ 394,458,341,342 અને 34

આ કાર્યવાહી જામનગર પોલીસ વડા દિપન ભદ્રન અને જામનગર એલ. સી. બી. પી. આઈ.કે. કે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલ. સી. બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.