જામનગર મોર્નિંગ - જામનગર તા.14 : જામનગરના શંકરટેકરી નહેરુ નગર વિસ્તારમાં ઉતરાયણ પર્વમાં પતંગ ચગાવવા બાબતે બોલાચાલીએ ગંભીરરૂપ ધારણ કર્યું હતું. પતંગ ઉડાવવામાં નજીવી બાબતે શંકરટેકરી વિસ્તારના નેહરું નગર વિસ્તારમાં 20 વર્ષીય પાર્થ પ્રવીણભાઈ પરમાર નામના યુવકને છાતીના પડખા ભાગે અને હાથમા છરીના ઘા મારતા યુવક ગંભીર રીતે ઘવાયો છે અને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે. જામનગરમાં ઉતરાય પર્વમાં ઉમંગ અને ઉત્સાહની સાથે લોહીયાળ પર્વ ના બને તે માટે નગરજનોએ સંયમ રાખવો જરૂરી છે.