જામનગર તા. ૧૭ જાન્યુઆરી, ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યની પ્રજામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ તંદુરસ્ત અને વ્યસન મુકત સમાજનું નિર્માણ થાય તે માટે રાજ્યના દરેક જીલ્લાના તાલુકા મથકે એક તાલુકા જીમ સેન્ટર ઉભું કરવાનું નક્કી કરવામાં આવેલ છે. 

           જે અંતર્ગત જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં રૂ.૨૨.૫૦ લાખના ખર્ચે તાલુકા જીમ સેન્ટર ઉભું કરવામાં આવેલ છે. આજરોજ કેબિનેટ મંત્રીશ્રી આર.સી.ફળદુના હસ્તે આ જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રમત-ગમત વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની કાળજી અર્થે દર વર્ષે જુદા-જુદા તાલુકાઓમાં જીમનું નિર્માણ કરવામાં આવી રહયું છે. જામનગર જિલ્લાના ધ્રોલ, જામજોધપુર, લાલપુર તેમજ કાલાવડ તાલુકામાં જિમ સેન્ટર ઉભા કરવામાં આવેલ છે.

           આ તકે તાલુકા ભાજપ પ્રમુખશ્રી કશ્યપભાઇ વૈષ્ણવ, નગરપાલિકા પ્રમુખશ્રી અજમલભાઇ ગઢવી, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી નીતાબેન વાળા, સહદેવભાઇ, કાલાવડના અગ્રણીઓ, રમત ગમત વિભાગના કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.