બે મહિલા સહિત ત્રણની ધરપકડ: ધરપકડનો આંક 24

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના દરેડમાં સરકારી જમીન પર દબાણ કરનારા ચોંસઠ સામે ગુન્હો નોંધાયા પછી પોલીસે સોમવારે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરતાં આ પ્રકરણમાં કુલ ૨૪ની ધરપકડ થઈ છે.

જામનગર નજીકના દરેડમાં સરકારી જમીનમાં દબાણ કરનારા ચોંસઠ આસામી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધાયા પછી પોલીસે મુખ્ય સુત્રધાર વિજય માલાણી સહિત એકવીસની ધરપકડ કરી હતી.  ત્યારપછી સોમવારે આ પ્રકરણમાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી તેઓને અદાલતમાં રજુ કરતા અદાલતે ત્રણેયને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. આ પ્રકરણમાં ધરપકડનો આંક ચોવીસનો થવા પામ્યો છે.