જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા.31 : વીતેલા સપ્તાહએ ગુજરાત રાજ્યના અનેક પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બદલી રાજ્યપોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી જેમાંથી ચાર જેટલાં સબ ઇન્સ્પેક્ટરને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જાહેરહિત અને સ્વવિંનતીથી બદલી કરાઈ હતી.

અન્ય જીલ્લા અને શહેરમાંથી બદલી પામીને આવેલ સબ ઇન્સ્પેક્ટરોને જીલ્લા પોલીસ વડા સુનીલ જોષી દ્વારા જીલ્લાના અલગ - અલગ પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઈ છે જેમાં એસ. વી. ગળચરને એલ. સી. બી. ખંભાળિયામાં, એમ. ડી. મકવાણાને ખંભાળિયા પોલીસ સ્ટેશન, એ. બી. ગોઢાણીયાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનની રાવલ આઉટ પોસ્ટ ચોકી તથા આર. એ. નોઇડાને દ્વારકા પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઈ છે.