• ગુજરાતના ૨૮ જીલ્લાઓ પૈકી દેવભૂમિ દ્વારકા જીલ્લાના જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાની પસંદગી થયેલ છે.
  • રાજ્યમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે પણ દેવભૂમિ દ્વારકા જીલ્લાના 82- દ્વારકા વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી એન.ડી.ભેટારીયાની પસંદગી
જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા.25 : દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ (NVD)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેવા અધિકારીઓને મહામહીમ . રાજ્યપાલશ્રીનાં હસ્તે સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે કોવીડ-૧૯ને ધ્યાનમાં લઇ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી વર્ચ્યુલ(ઓનલાઇન) કરવામાં આવેલ. ૧૧માં રાષ્ટ્રીય મતદાતા દિવસે મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાતના ૨૮ જીલ્લાઓ પૈકી દેવભૂમિ દ્વારકા જીલ્લાના જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાની પસંદગી થયેલ છે. તેમજ રાજ્યમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે પણ દેવભૂમિ દ્વારકા જીલ્લાના 82- દ્વારકા વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી એન.ડી.ભેટારીયાની પસંદગી થતા જીલ્લા માટે ગૌરવ રૂપ બાબત છે.
જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી બદલ મળેલ બંને એવોર્ડ માટે તમામ બીએલઓ, સુપરવાઈઝર નાયબ મામલતદાર અને ૪ તાલુકા મામલતદારશ્રી, ૨ પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લાની ચૂંટણી શાખા ની ટીમે તથા તમામ રાજકીય પાર્ટી, સ્વીપ ગ્રુપ, કલાકારો, રમતવીરો અને સેવા ભાવિ સંસ્થાઓ, પ્રેસ મીડિયા, ઇલે.મીડિયા અને સોશ્યિલ મીડિયા નો ખુબ સહકાર મળવાના કારણે આવી શ્રેષ્ઠ કામગીરી કરી શક્યા. જેથી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી તરફથી સૌનો આભાર માનવામાં આવે છે.