જામનગર મોર્નિંગ - જામનગર


પ્રજાસતાક પર્વના દિવસે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હાલારી પાઘડી ધારણ કરી જે જામસાહેબ શત્રુશલ્યજીએ તેમને ભેંટ આપી હતી આ જામનગર ( હાલાર)અને ગુજરાત માટેની ગૌરવસમાન બાબતની ૧૨-જામનગર લોકસભાના લોકલાડીલા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ સૌ પ્રથમ ટ્વીટ કરી અને એ ટ્વીટ સમગ્ર ભારતભરમાં છવાઇ ગઇ હતી

અને  વિવિધ માધ્યમોએ સવિશેષ નોંધ લીધી હતી ખાસકરીને સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની આ સર્વપ્રથમ ટ્વીટની પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડીયા (પીટીઆઇ) એ પણ આ પાધડી અંગેના અહેવાલમાં સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના સૌથી પહેલા પોસ્ટ કરેલી આ  ટ્વીટ ની નોંધ લીધી હતી જે અંગ્રેજી અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા છે