જામનગર મોર્નિંગ - નવી દિલ્હી
દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાનમાં પહેલા દિવસે, 16 જાન્યુઆરીએ કોરોના વેક્સીન લઇ ચૂકેલા સ્વાસ્થ કર્મચારીઓને બીજો ડોઝ 13 ફેબ્રુઆરીએ આપવામાં આવશે. સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધી 45 ટકા સ્વાસ્થ કર્મચારીઓનું રસીકરણ થઇ ચૂક્યુ છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ દેશમાં કોરોના રસી લેનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ રસીકરણના દરેક સત્રના હિસાબથી રસીકરણ અભિયાનનુ પ્રદર્શન સુઘડ બનવાની આશા છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ દેશમાં મધ્ય પ્રદશ, રાજસ્થાન, ત્રિપુરા, મિઝોરમ, લક્ષદ્વીપ, ઓડિશા, કેરળ, હરિયાણા, બિહાર, અંડમાન નિકોબાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં 50 ટકાથી વધુ સ્વાસ્થ કર્મીઓનું રસીકરણ થઇ ચૂક્યુ છે જ્યારે સિક્કિમ, લદાક, તમિલનાડૂ, જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ, દાદરા નગર હવેલી, અસામ, નગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને પુડુચેરીમાં 30 ટકા સ્વાસ્થ કર્મીઓનુ રસીકરણ થઇ ચૂક્યું છે.
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો 20 ફેબ્રુઆરી પહેલા તમામ સ્વાસ્થ કર્મીઓને રસીનો એક ડોઝ સુનિશ્ચિત કરે. જેથી બીજા ડોઝની વ્યવસ્થા પણ જલ્દીથી કરી શકાય. નીતિ આયોગના સભ્ય ડો વીકે પોલ એ જણાવ્યું હતું કે 13 ફેબ્રુઆરીએ સ્વાસ્થકર્મીઓને કોરોના વેક્સીનનો બીજા ડોઝ આપવામાં આવશે.
0 Comments
Post a Comment