• દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ ભાટીયા સીટમાં 79.26% તથા સૌથી ઓછું મીઠાપુર સીટમાં 52.50% મતદાન થયું.

  • ભાણવડ તાલુકાના મોખાણા ગામમાં 85.60 ટકા સાથે સૌથી વધુ મતદાન થયું.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.28 : ગુજરાતમાં નગરપાલિકા, મહાનગર પાલિકા, તાલુકા અને જીલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી -2021 કોરોના કાળના હિસાબે મુદત વીત્યા બાદ યોજાઈ હતી. આજ તા.28ના રોજ ગુજરાતની 31 જીલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન સવારે 07:00 થી સાંજના 06:00 વાગ્યાં સુધી યોજાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની જીલ્લા પંચાયતની 22 બેઠકો પૈકી 1 બિન હરીફ થઇ જતા 21 સીટો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં બજાણા સીટ - 64.78, ભાડથર સીટ - 61.11, ભાટીયા સીટ - 79.26, ભોગાત સીટ - 68.93, ચારબારા સીટ - 63.29, ધરમપુર સીટ - 63.81, ધતુરીયા સીટ - 68.25, ઢેબર સીટ - 66.47, હર્ષદપુર - 66.57, કલ્યાણપુર સીટ - 66.39, લાંબા સીટ - 68.06, મીઠાપુર સીટ - 52.50, મોટા કાલાવડ સીટ - 75.28, નંદાણા સીટ - 71.20, રાણ સીટ - 67.44, સણખલા સીટ - 67.60, શક્તિનગર સીટ - 63.80, વડત્રા સીટ - 66.28, વાડીનાર સીટ - 76.09, વરવાળા સીટ - 60.66 અને વેરાડ સીટમાં 61.87 % મતદાન થયું છે.