જામનગર મોર્નિંગ - કલ્યાણપુર તા.01 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર ગામે આજે મોડી સાંજ આસપાસ આધારભુત સુત્રો પાસેથી મળતી વિગત મુજબ કલ્યાણપુર ગામની 67 વર્ષીય જયાબેન જટાશંકર ભોગાયતા નામની મહિલાની હત્યાં કરાઈ છે. તેમને માથાના ભાગે પથ્થરોના ઘા ઝીંકી હત્યાં કરાઈ હોવાથી ગામ અને આજુબાજુના વિસ્તારોમાં ચકચાર જાગ્યો છે ગંભીર ઘટનાને પગલે દેવભૂમિ દ્વારકા એલ. સી. બી., એસ. ઓજી. સહીત સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે કલ્યાણપુર પહોંચીને બનાવના મૂળ અને આરોપીને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
0 Comments
Post a Comment