જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૬, જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા ૮૧ વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાના ઘેર પાણીના બદલે ભૂલથી સેવલોન નામનું પ્રવાહી પી લેતાં ઝેરી અસર થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસ આ મામલે તપાસ ચલાવે છે.
 આ બનાવની વિગત એવી છે કે જામનગર માં ખોડીયાર કોલોની રાજ ચેમ્બર્સ પાસે રહેતા વનીતાબેન વસંતલાલ કાત્રોડીયા નામના ૮૧ વર્ષના વૃદ્ધ મહિલાએ પરમ દિને પોતાના ઘેર પાણીના બદલે ડ્રેસીંગ ટેબલ સાફ કરવા માટેનું સેવલોન ભૂલથી પી લીધું હતું, જેથી તેઓને વિપરીત અસર થઈ હતી. અને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 જ્યાં ગઈકાલે તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પૉત્ર ધ્રુવભાઈ જસ્મીન ભાઈ કાત્રોડિયા એ પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.