જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૮, જામનગર તાલુકાના કોંઝા ગામમાં એક વાડીમાં રહીને ખેતમજુરી કામ કરી રહેલા પરપ્રાંતિય શખ્સને પોલીસે ૨૮ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે પકડી પાડયો છે.

 આ દરોડાની વિગત એવી છે જામનગર તાલુકાના કોંઝા ગામમાં ભરત રામજીભાઈ પટેલ ની વાડી માં રહીને ખેતી કામ કરતા પીન્ટુ ચંદ્રસિંગ ડામોર નામના પરપ્રાંતિય ખેત મજુરે રાજ્ય બહારથી ઈંગ્લીશ દારૂનો જથ્થો આયાત કરીને વાડીમાં સંતાડ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી પીન્ટુ ડામોર ને પકડી પાડયો છે. અને વાડીમાંથી ૨૮ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો છે. જેની સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધી પણ નોંધવામાં આવ્યો છે.