જામનગર મોર્નિંગ - ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત, ચારેય તાલુકા પંચાયત અને ખંભાળિયા તથા રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.28 ફેબ્રુઆરીએ યોજાઈ રહી છે. જે ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાનું હાલ ચાલી રહ્યું છે ત્યારે ગઈકાલ બુધવારે દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત માટે કુલ ત્રણ ફોર્મ રજુ થયા હતા જેમાં બરડીયા સીટમાં સુમણીયા માકીબાઈ માયાભા, ભાટિયા સીટમાં અરવિંદભાઈ કરશનભાઇ આંબલીયા તથા હિરલબેન અરવિંદભાઈ આંબલીયાના ફોર્મ રજૂ થયા હતા. જયારે ખંભાળીયા તાલુકા પંચાયતમાં બજાણા સીટ માટે રાધાબેન સામતભાઇ ગોજીયા, આહીર સિંહણ સીટ માટે લખમણ હરદાસ ચાવડા તથા કલ્યાણપુર તાલુકા પંચાયતની ભાટિયા - 1 સીટ માટે વનીતાબેન વિનોદભાઈ નકુમ, સવિતાબેન વલ્લભભાઈ નકુમ, ભાટિયા - 2 સીટ માટે મસરી હરદાસ ગોજીયા, રામભાઈ લગધીરભાઈ નકુમ, ભાટિયા - 3 સીટ માટે પુષ્પાબેન રમેશભાઈ પરમાર,કેશરબેન અરજનભાઇ પરમાર, કેનેડી સીટ માટે ગંગાબેન જયસુખભાઇ ખાણદર, જેઠીબેન અરજણભાઈ ખાણદર, દેવળીયા સીટ માટે ધરણાંત કરણા ડુવા તથા ભાણવડ તાલુકા પંચાયતની મેવાસા સીટ માટે લખમણ નથુભાઈ રાવલીયા ના ફોર્મ રજૂ થયા હતા.
ખંભાળિયા નગરપાલિકા વોર્ડ નંબર -2 માં દાઉદ શબીર શેખ, રેશ્માબેન હુસેન તર્ક,નાગાજણ ડાયાભાઇ જામ, વોર્ડ નંબર - 3 માં યાસીન હાસમભાઈ ઘાવડા, વોર્ડ નંબર - 4 માં વત્સલ સુરેશભાઈ ગોંડલીયા, વોર્ડ નંબર - 5 માં વસંતિદે કસુમદે નાયક તથા રામકૃષ્ણ નરભેશંકર રાજ્યગુરુના ફોર્મ રજુ થયા હતા. જયારે રાવલ નગરપાલિકા વોર્ડ નંબર -1માં ભરતભાઈ સામતભાઇ બારીયા, રામભાઈ સામતભાઇ પરમાર, તેજલબેન જાદવ પરમાર તથા વોર્ડ નંબર -2 માં લાખીબેન ચનાભાઇ સોલંકીના ફોર્મ રજુ થયા હતા.