નવો ફ્લાયઓવર-પાણી ની યોજના-વિજ્ઞાન ભવન-રાત્રિ બજાર વગેરે ની જાહેરાત કરાઈ

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર મહાનગરપાલિકાની ૧૬ વોર્ડની ૬૪ બેઠકોની ચૂંટણી આગામી ૨૧મી ફેબ્રુઆરીએ યોજાશે. જેના માટે ભાજપ દ્વારા પુરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે આજે જામનગર શહેર ભાજપ દ્વારા આગામી પાંચ વર્ષ ને લઈને સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આવનારા દિવસોમાં જામનગર શહેર ને ૧૯૭ કરોડના ફ્લાયઓવર, ૧૦૦ કરોડની પાણીની યોજના, વિજ્ઞાન ભવન, નવું સ્પોર્ટ્સ સંકુલ, રેલવે ઓવરબ્રિજ, રસ્તા પહોળા કરવા, તેમજ રાત્રી બજાર સહીત ની અનેક જાહેરાતો કરવામાં આવી છે. આવનારા પાંચ વર્ષોમાં જામનગર શહેરની જનતાને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે તો કયા કયા કામો કરવામાં આવશે, તે અંગે વચનો અપાયા છે.